Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Solar Eclipse 2026: ભારતમાં ભલે નથી દેખાવાનું સૂર્યગ્રહણ, પણ આટલી તકેદારી જરૂરી- જાણો કેમ?

Solar Eclipse 2026: ભારતમાં ભલે નથી દેખાવાનું સૂર્યગ્રહણ, પણ આટલી તકેદારી જરૂરી- જાણો કેમ?

Published : 12 August, 2026 11:40 AM | Modified : 12 August, 2026 12:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Solar Eclipse 2026: તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહણની દરેક રાશિના જાતકો પર કોઈકને કોઈક રીતે અસર થતી જ હોય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હિન્દુ ધર્મમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે સૂતક પાળવામાં (Solar Eclipse 2026) આવતું હોય છે અને એની સાથે જ ઘણી બધી બાબતોની કાળજી લેવાતી હોય છે. હવે આજે જ્યારે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ થયું છે ત્યારે લોકોના મનમાં ઘણાં બધા પ્રશ્નો છે ખાસ કરીને આજનું ગ્રહણ ભારતમાં દેખાવાનું છે કે કેમ? અને આ ગ્રહણની અસર કઈ કઈ રાશિના જાતકો પર કઈ રીતે પડશે વગેરે. તો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહણની દરેક રાશિના જાતકો પર કોઈકને કોઈક રીતે અસર થતી જ હોય છે. 

પરંતુ, આજનો મેઇન પ્રશ્ન તો એ છે કે શું આ ગ્રહણ (Solar Eclipse 2026) ભારતમાં દેખાવાનું છે? અને શું ભારતના લોકોએ સૂતક કાળ પાળવો પડશે? તો તમને જણાવી દઈએ કે ભારતીય સમય મુજબ આ ગ્રહણનો સૂતક પીરિયડ ૧૧મી ઓગસ્ટના રાત્રે ૯.૦૪ વાગ્યે શરૂ થશે.  અને ૧૩મી ઓગસ્ટના વહેલી સવારે ૧.૨૭ કલાકે પૂર્ણ થશે. જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. એટલે ભારતીયો નિશ્ચિંત રહી શકે છે. ભારતીયોએ આજે મંદિરમાં જવાની કે કોઈ શુભ કામ અટકાવી દેવાની બિલકુલ જરૂર નથી. આજે અમાવસ્યા તિથિ છે, તેથી પૂર્વજોના નામે દાન કરી શકાય. બાકી, શાસ્ત્રો અનુસાર જ્યાં ગ્રહણ દેખાય ત્યાં કોઈ શુભ કાર્ય કરાતું નથી. જોકે, આ ગ્રહણ ભારતમાં તો દેખાવાનું નથી એટલે અહીં શુભ કાર્યો અટકાવી દેવાની જરૂર નથી.



જ્યોતિષીય ગણતરી મુજબ આ ગ્રહણ (Solar Eclipse 2026)ની અસર કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્ર (તેમજ અમુક ગણતરી મુજબ વૃષભ રાશિ) પર દેખાશે. તેમ છતાં આ ગ્રહણ ભારતમાં ભલે ન દેખાવાનું હોય પરંતુ તેની આડકતરી અસર તમામ રાશિઓ પર દેખાઈ શકે છે. ખાસ કરીને આ ગ્રહણ લોકોના માનસિક અને આર્થિક જીવન પર અસર પાડે તેવી સંભાવના છે.


આટલી સાવચેતી તો રાખવી

ટૂંકમાં, આ ગ્રહણ (Solar Eclipse 2026)ના સમયગાળા દરમિયાન ઉતાવળમાં કોઈ પણ મોટો કે મહત્વપૂર્ણ આર્થિક ડીસીઝન લેવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને આ પીરિયડ દરમિયાન મનને શાંત રાખવાનું અને ધીરજથી કામ લેવાની ભલામણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ હોય ત્યારે મન શાંત રાખીને મૌન રહી મંત્રોચ્ચાર કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. જેમાં સૂર્ય ગાયત્રી મંત્ર: ॐ आदित्याय विद्महे मार्तण्डाय धीमहि तन्नो सूर्यः प्रचोदयात्। તેમ જ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો એ અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે.


સૂર્યગ્રહણ દેખાશે ક્યાં?

આ સૂર્યગ્રહણ મોટા ભાગે આર્ક્ટિક, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, એટલાન્ટિક મહાસાગર, ઉત્તર સ્પેન અને પોર્ટુગલના ઈશાન ભાગોમાં પૂર્ણ રૂપે દેખાશે. આ સિવાય બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી અને યુરોપના મોટાભાગના દેશોમાં આ ગ્રહણ લગભગ ૯૦ ટકા દેખાશે.

(ખાસ નોંધઃ આ લેખમાં ઉલ્લેખિત ઉપાયો, ફાયદાઓ, સલાહ અને નિવેદનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અહીં કરવામાં આવેલા દાવાઓને સમર્થન કે માન્યતા આપતું નથી. પ્રસ્તુત માહિતી જ્યોતિષીઓ, પંચાંગો, પ્રવચનો, માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને લોકવાયકાઓ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ માહિતીને સંપૂર્ણ સત્ય અથવા ચોક્કસ દાવા તરીકે ન ગણે અને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.)

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK