રિંગની અંદર બૂટ-મોજાં છોડીને લીધી ઇમોશનલ વિદાય
રિંગની અંદર બૂટ-મોજાં છોડીને લીધી ઇમોશનલ વિદાય
અમેરિકાના ૪૮ વર્ષના પ્રો-રેસલિંગ સ્ટાર જૉન સીનાએ રેસલિંગ રિંગને અલવિદા કહી દીધી છે. વૉશિંગ્ટન DCમાં કૅપિટલ વન અરીના ખાતે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE)માં ગઈ કાલે તેણે અંતિમ મૅચ રમી હતી. એમાં તેને બે વખતના WWE હેવીવેઇટ ચૅમ્પિયન ગુન્થર સામે હાર મળી હતી.
સૌથી વધુ ૧૭ ટાઇટલ જીતનાર આ WWE સ્ટારને મૅચ બાદ સાથી-રેસલર્સ અને ફૅન્સ તરફથી સ્ટૅન્ડિંગ-ઓવેશન મળ્યું હતું. તે રિંગમાં પોતાનાં બૂટ-મોજાં સહિતની વસ્તુઓ છોડીને ઇમોશનલ વિદાય લેતો જોવા મળ્યો હતો. તેણે ગઈ કાલે પોતાની ઑલમોસ્ટ ૨૪ વર્ષની કરીઅર સમાપ્ત કરી હતી.


