WTCના પૉઇન્ટ-ટેબલમાં મોટો ફેરફાર થયો છે
ફાઇલ તસવીર
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ-ટેબલમાં મોટો ફેરફાર થયો છે. પહેલા ક્રમની ઑસ્ટ્રેલિયા બાદ પૉઇન્ટ-ટેબલમાં બીજા ક્રમે રહેલી સાઉથ આફ્રિકાએ ટૉપ-ટૂમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. તેમના પૉઇન્ટ ૨૪થી વધીને ૩૬ થયા છે અને પૉઇન્ટ ટકાવારી ૬૬.૬૭થી સુધરીને ૭૫ ટકા થઈ ગઈ છે. જ્યારે ભારતીય ટીમ ચોથાથી પાંચમા ક્રમે સરકી ગઈ છે. પૉઇન્ટ ટકાવારી ૫૪.૧૭થી ઘટીને ૪૮.૧૫ ટકા થઈ છે.
CC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-’૨૭નું પૉઇન્ટ-ટેબલ
ટીમ મૅચ જીત હાર ડ્રૉ પૉઇન્ટ ટકાવારી
ઑસ્ટ્રેલિયા ૪ ૪ ૦ ૦ ૪૮ ૧૦૦
સાઉથ આફ્રિકા ૪ ૩ ૧ ૦ ૩૬ ૭૫.૦૦
શ્રીલંકા ૨ ૧ ૦ ૧ ૧૬ ૬૬.૬૭
પાકિસ્તાન ૨ ૧ ૧ ૦ ૧૨ ૫૦.૦૦
ભારત ૯ ૪ ૪ ૧ ૫૨ ૪૮.૧૫
ઇંગ્લૅન્ડ ૬ ૨ ૩ ૧ ૨૬ ૩૬.૧૧
બંગલાદેશ ૨ ૦ ૧ ૧ ૪ ૧૬.૬૭
વેસ્ટ ઇન્ડીઝ ૫ ૦ ૫ ૦ ૦ ૦
ન્યુ ઝીલૅન્ડ ૦ ૦ ૦ ૦ ૦ ૦


