Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્કૉટલૅન્ડને હરાવીને શ્રીલંકા બની વિમેન્સ T20 વર્લ્ડ કપ ક્વૉલિફાયર ચૅમ્પિયન

સ્કૉટલૅન્ડને હરાવીને શ્રીલંકા બની વિમેન્સ T20 વર્લ્ડ કપ ક્વૉલિફાયર ચૅમ્પિયન

09 May, 2024 07:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩ ઑક્ટોબર ૨૦૨૪થી બંગલાદેશમાં શરૂ થનારા વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ૨૦ ઑક્ટોબરે રમાશે.

શ્રીલંકાની ટીમ

શ્રીલંકાની ટીમ


વિમેન્સ T20 વર્લ્ડ કપ ક્વૉલિફાયરની ફાઇનલમાં સ્કૉટલૅન્ડ સામે ૬૮ રનથી જીત મેળવીને શ્રીલંકાની ટીમ ક્વૉલિફાયર-૧ ટીમ બની હતી. શ્રીલંકન ટીમે પ્રથમ બૅટિંગ કરીને પાંચ વિકેટના નુકસાન સાથે ૧૬૯ રન ફટકાર્યા હતા. એના જવાબમાં સ્કૉટલૅન્ડની ટીમ ૭ વિકેટ ગુમાવીને ૧૦૧ રન જ બનાવી શકી હતી. ૧૦૨ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને શ્રીલંકન કૅપ્ટન ચમરી અથાપથુ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. ક્વૉલિફાયર-૧ ટીમ શ્રીલંકાને ભારત અને ઑસ્ટ્રેલિયા સહિતની ટીમો સાથે ગ્રુપ Aમાં સ્થાન મળ્યું છે, જ્યારે રનર-અપ રહી ક્વૉલિફાયર-૨ ટીમ બનેલી સ્કૉટલૅન્ડને બંગલાદેશ અને ઇંગ્લૅન્ડ જેવી ટીમો સાથે ગ્રુપ Bમાં સ્થાન મળ્યું છે. ૩ ઑક્ટોબર ૨૦૨૪થી બંગલાદેશમાં શરૂ થનારા વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ૨૦ ઑક્ટોબરે રમાશે. આ વર્લ્ડ કપ માટેની અંતિમ બે ટીમ મેળવવા માટે અમેરિકા, થાઇલૅન્ડ સહિતની ૧૦ ટીમો વચ્ચે અબુ ધાબીમાં વર્લ્ડ કપ ક્વૉલિફાયર ટુર્નામેન્ટ રમાઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK