Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હરમનની ત્રીજી હાફ સેન્ચુરી

હરમનની ત્રીજી હાફ સેન્ચુરી

15 March, 2023 01:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડી. વાય. પાટીલ પછી બ્રેબર્નમાં પણ ગુજરાત સામે ચમકી

બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે પૌત્ર પૃથ્વી સાથે મુંબઈ ઇન્ડિયન્સનાં ઓનર નીતા અંબાણી. તેઓ ટૉસ પહેલાં જ પુત્ર આકાશના દીકરા સાથે મેદાન પર આવી ગયાં હતાં. તસવીર આશિષ રાજે Women’s Premier League

બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે પૌત્ર પૃથ્વી સાથે મુંબઈ ઇન્ડિયન્સનાં ઓનર નીતા અંબાણી. તેઓ ટૉસ પહેલાં જ પુત્ર આકાશના દીકરા સાથે મેદાન પર આવી ગયાં હતાં. તસવીર આશિષ રાજે


મુંબઈ ઇન્ડિયન્સે ગઈ કાલે ડબ્લ્યુપીએલમાં ફરી એક વાર કૅપ્ટન હરમનપ્રીત કૌર (૫૧ રન, ૩૦ બૉલ, બે સિક્સર, સાત ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી ગુજરાત જાયન્ટ્સ સામે મોટું ટોટલ ઊભું કરીને એને ૧૬૩ રનનો ટાર્ગેટ અપાવ્યો હતો. ગઈ કાલની મૅચ પહેલાં ૮ પૉઇન્ટ સાથે મોખરે રહેનાર મુંબઈની સુકાની હરમનપ્રીતે આ પહેલાં યુપી સામે અણનમ ૫૩ અને ગુજરાત સામેની ડી. વાય. પાટીલની પ્રથમ મૅચમાં ૬૫ રન ફટકાર્યા હતા. દિલ્હી સામે તે ૧૧ રને અણનમ રહી હતી. મુંબઈએ ગઈ કાલે બૅટિંગ મળ્યા પછી કૅપ્ટન ઓપનર યાસ્તિકા ભાટિયા (૪૪ રન, ૩૭ બૉલ, એક સિક્સર, પાંચ ફોર), નૅટ સિવર (૩૬ રન, ૩૧ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને ઍમેલી કેર (૧૯ રન, ૧૩ બૉલ, બે ફોર)ની ઇનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૨ રન બનાવ્યા હતા. ગુજરાત વતી ઍશ ગાર્ડનરે ત્રણ તેમ જ કિમ ગર્થ, કૅપ્ટન સ્નેહ રાણા, તનુજા કંવરે એક-એક વિકેટ લીધી હતી. ઍનાબેલ સધરલૅન્ડને ૪૨ રનમાં વિકેટ નહોતી મળી. મુંબઈની ઇનિંગ્સ બાદ ગુજરાતે શરૂઆતથી જ વિકેટ ગુમાવી હતી અને મુંબઈની બોલર્સ ગુજરાતની બૅટર્સ પર હાવી થઈ ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2023 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK