આજે દુબઈના ICC ઍકૅડેમી ગ્રાઉન્ડ નંબર-ટૂ પર ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યાથી વેસ્ટ ઇન્ડિઝ સામેની વૉર્મ-અપ મૅચ રમાશે
પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન કૅપ્ટન હરમનપ્રીત કૌર, વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના, શફાલી વર્મા
ત્રીજી ઑક્ટોબરથી મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય મહિલા ક્રિકેટર્સે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના દુબઈમાં પ્રૅક્ટિસ-સેશન શરૂ કર્યું હતું. વર્લ્ડ કપના રોમાંચ પહેલાં ગઈ કાલથી વૉર્મ-અપ મૅચ શરૂ થઈ છે. ૧૦ વૉર્મ-અપ મૅચ દરમ્યાન ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ (૨૯ સપ્ટેમ્બર) અને સાઉથ આફ્રિકા (પહેલી ઑક્ટોબર) સામેની મૅચથી UAEની પરિસ્થિતિમાં અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે. આજે દુબઈના ICC ઍકૅડેમી ગ્રાઉન્ડ નંબર-ટૂ પર ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યાથી વેસ્ટ ઇન્ડિઝ સામેની વૉર્મ-અપ મૅચ રમાશે.