યુપી વૉરિયર્સ સાથે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોર પણ પ્લેઑફમાંથી આઉટ
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન્સ
શનિવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ બૅન્ગલોરને સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો જેને કારણે દીપ્તિ શર્માની યુપી વૉરિયર્સ બાદ સ્મૃતિ માન્ધનાની બૅન્ગલોર ટીમ પણ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ મૅચના રિઝલ્ટ સાથે ૮-૮ પૉઇન્ટ ધરાવતી ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઑફ માટે ક્વૉલિફાય થઈ ગઈ હતી.
દિલ્હી કૅપિટલ્સની ટીમ પોતાની તમામ મૅચ રમી ચૂકી છે અને ૧૦ પૉઇન્ટ સાથે ફાઇનલ રમવાની મુખ્ય દાવેદાર છે, પણ ગુજરાત અને મુંબઈ પોતાની બાકીની મૅચ જીતીને સારા નેટ રન-રેટ સાથે દિલ્હીનું નંબર વનનું સ્થાન છીનવી પણ શકે છે.
ADVERTISEMENT
ગુજરાત પોતાની બાકીની એકમાત્ર મૅચ જીતીને સારા રન-રેટ સાથે દિલ્હીનું સ્થાન છીનવવાનો પ્રયાસ કરશે, પણ આ કિસ્સામાં તેણે મુંબઈ પોતાની બાકીની બન્ને મૅચ હારે એવી પ્રાર્થના કરવી પડશે. મુંબઈની ટીમે પહેલા ક્રમે પહોંચવા બે મૅચમાંથી માત્ર એક જીતની અને દિલ્હી-ગુજરાત કરતાં સારા નેટ રન-રેટ જાળવી રાખવા પડશે.
WPL 2025નું પૉઇન્ટ્સ-ટેબલ |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
દિલ્હી |
૮ |
૫ |
૩ |
+૦.૩૯૬ |
૧૦ |
ગુજરાત |
૭ |
૪ |
૩ |
+૦.૩૩૪ |
૮ |
મુંબઈ |
૬ |
૪ |
૨ |
+૦.૨૬૭ |
૮ |
યુપી |
૮ |
૩ |
૫ |
-૦.૬૨૪ |
૬ |
બૅન્ગલોર |
૭ |
૨ |
૫ |
-૦.૩૦૫ |
૪ |
ગુજરાત સામે અજેય રહ્યું છે મુંબઈ
ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગમાં પાંચ વાર ટક્કર થઈ છે. પાંચેય મૅચમાં મુંબઈની ટીમે ગુજરાત સામે બાજી મારી છે. પ્લેઑફમાં પહોંચેલી આ બન્ને ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં પોતાનું સ્થાન સુધારવાનો પ્રયાસ કરશે.
આજથી મુંબઈમાં WPLનો અંતિમ રાઉન્ડ શરૂ થશે
આજથી મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચ, ટુર્નામેન્ટની એલિમિનેટર મૅચ અને ફાઇનલ મૅચનો અંતિમ રાઉન્ડ શરૂ થશે. આજે ૧૦ માર્ચે ગુજરાત જાયન્ટ્સ અને અગિયાર માર્ચે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ હોમ ટીમ મુંબઈ સામે રમવા ઊતરશે. ૧૩ માર્ચે એલિમિનેટર મૅચ અને ૧૫ માર્ચે ફાઇનલ મૅચ રમાશે.

