યુપી વૉરિયર્સની ટીમના લોગોમાં રાણી લક્ષ્મીબાઈની છબી છે જે મહિલા સશક્તીકરણનું પ્રતીક છે.
મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો મેસેજ આપ્યો બન્ને ટીમની કૅપ્ટને.
લખનઉના એકાના સ્ટેડિયમમાં ગઈ કાલે યુપી વૉરિયર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચેની મૅચ દરમ્યાન મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો મેસેજ અપાયો હતો. વિમેન્સ ડેના અવસર પર રાણી પિન્ક રંગની જર્સી પહેરીને ઊતરેલી દીપ્તિ શર્માની ટીમે છેલ્લાં કેટલાંક વર્ષમાં દેશની ૪૦૦૦ જેટલી મહિલાઓના શિક્ષણ માટે યોગદાન આપ્યું છે. યુપી વૉરિયર્સની ટીમના લોગોમાં રાણી લક્ષ્મીબાઈની છબી છે જે મહિલા સશક્તીકરણનું પ્રતીક છે.

