આખો દિવસ બૅટિંગ કરીને વેસ્ટ ઇન્ડીઝે ૮૩ ઓવરમાં ૩૪૫-૩નો સ્કોર કર્યો
કાવેમ હૉજે ત્રીજી ટેસ્ટ-સદી ફટકારવાની સાથે આ ફૉર્મેટમાં ૧૦૦૦ રન પૂરા કર્યા.
બંગલાદેશ સામે બે ટેસ્ટ-સિરીઝમાં ૧-૦થી લીડ મેળવનાર વેસ્ટ ઇન્ડીઝની ટીમે બીજી ટેસ્ટ-મૅચમાં પકડ મજબૂત કરી છે. બીજી ટેસ્ટ-મૅચના ચોથા દિવસે વેસ્ટ ઇન્ડીઝે બીજી ઇનિંગ્સમાં ૮૩ ઓવર રમીને ૩૪૫-૩નો સ્કોર કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં કૅરિબિયનોએ ૩૫૬ રન અને યજમાન ટીમે ૩૮૬ રનનો સ્કોર કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ આજે ૩૧૫ રનની લીડમાં વધુ રન ઉમેરીને દિવસની શરૂઆતમાં ટાર્ગેટ સેટ કરીને બંગલાદેશને ઝડપથી ઑલઆઉટ કરવાનો પ્રયાસ કરશે.
ત્રીજા ક્રમે રમવા આવેલા કાવેમ હૉજે ૧૭ ફોર અને એક સિક્સ ફટકારીને ૧૮૯ બૉલમાં ૧૪૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
ઓપનર બ્રાયડન કિંગે ૮૪ બૉલમાં ૬૧ રન અને કેવિન વિકહમે ૧૦૭ બૉલમાં ૭૮ રનનું યોગદાન આપ્યું હતું. સ્પિનર્સ તૈજુલ ઇસ્લામે બે વિકેટ અને મેહદી હસન મિરાજે એક વિકેટ લીધી હતી.
