ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ જ્યારે પોતાની ૧૪ વર્ષની ટેસ્ટ-ક્રિકેટજર્નીના અંતની જાહેરાત કરી ત્યારે તે મુંબઈથી દિલ્હી જવા માટે ટ્રાવેલ કરી રહ્યો હતો
મુંબઈથી દિલ્હીની જર્ની દરમ્યાન કોહલીએ ટેસ્ટ-રિટાયરમેન્ટની પોસ્ટ મૂકી હતી
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ જ્યારે પોતાની ૧૪ વર્ષની ટેસ્ટ-ક્રિકેટજર્નીના અંતની જાહેરાત કરી ત્યારે તે મુંબઈથી દિલ્હી જવા માટે ટ્રાવેલ કરી રહ્યો હતો. વિરાટે ગઈ કાલે પોતાની ટેસ્ટ-ક્રિકેટ રિટાયરમેન્ટની જાહેરાત કરી એના થોડા સમય પહેલાં બપોરે ૧૧થી ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પત્ની અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યો હતો. તેઓ પછીથી કોહલીના હોમ ટાઉન દિલ્હીના ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં.

