દિલ્હી માટે વિજય હઝારે ટ્રોફીની પહેલી બે મૅચમાં તેણે અનુક્રમે ૧૩૧ અને ૭૭ રનની ઇનિંગ્સ રમી હતી
વિરાટ કોહલી
સ્ટાર ભારતીય બૅટ્સમૅન વિરાટ કોહલી ૬ જાન્યુઆરીએ બૅન્ગલોરના BCCI સેન્ટર ઑફ એક્સલન્સ ખાતે રેલવે સામે દિલ્હીની વિજય હઝારે ટ્રોફીની મૅચ રમશે. દિલ્હી ઍન્ડ ડ્રિસ્ટ્રિક્ટ અસોસિએશનના પ્રમુખ રોહન જેટલીએ પુષ્ટિ કરી છે કે વિરાટે ત્રીજી મૅચ રમવા માટે પોતાની ઉપલબ્ધતા આપી છે.
દિલ્હી માટે વિજય હઝારે ટ્રોફીની પહેલી બે મૅચમાં તેણે અનુક્રમે ૧૩૧ અને ૭૭ રનની ઇનિંગ્સ રમી હતી. ભારતીય વન-ડે ટીમ ૮ જાન્યુઆરી સુધીમાં ન્યુ ઝીલૅન્ડ સિરીઝ માટે બરોડામાં ભેગી થઈ રહી છે ત્યારે એવી શક્યતા છે કે કોહલી એક દિવસ વહેલા બરોડા પહોંચીને પ્રૅક્ટિસ શરૂ કરી શકે છે.


