નજીવી બાબતમાં ફરિયાદ કરીને કાયદાનો દુરુપયોગ થતો હોવાનું હાઈ બૉમ્બે હાઈ કોર્ટે નોંધ્યું
ફાઇલ તસવીર
આજકાલ મહિલાઓ દ્વારા તેમના પતિ અને સાસરિયાં પર માત્ર દબાણ ઊભું કરવા માટે કેસ કરવામાં આવે છે એ બહુ ઠેસ પહોંચાડનારું કૃત્ય હોવાનું બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે નોંધ્યું હતું.
જસ્ટિસ પ્રવીણ પાટીલની સિંગલ બેન્ચે વર્ધા પોલીસ દ્વારા એક પુરુષ, તેનાં માતા-પિતા અને સંબંધીઓ સામે તેનાથી જુદી રહેતી પત્નીની ફરિયાદના આધારે ક્રૂરતા અને હેરાનગતિના આરોપસર દાખલ કરાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટને રદ કરતાં નોંધ્યું હતું કે ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 498-Aની જોગવાઈઓનો આજકાલ દુરુપયોગ થઈ રહ્યો છે અને નજીવા મુદ્દાઓ પર કેસ નોંધવામાં આવે છે.
કોર્ટે એના આદેશમાં જણાવ્યું હતું કે ‘આજકાલ મોટા ભાગના લગ્ન-સંબંધિત કેસ કોઈ ગૌણ એટલે કે અન્ય પ્રકારના લાભ મેળવવા માટે જ થતા હોય છે. આવા કિસ્સાઓમાં કોર્ટ મૂક પ્રેક્ષક બનવાની અપેક્ષા નથી રાખતી, પણ કોર્ટની બંધારણીય જવાબદારી છે કે એ સાચા પીડિતોનું રક્ષણ કરે અને નિર્દોષ વ્યક્તિઓને હેરાન કરનારી કાર્યવાહીથી બચાવે.’
ADVERTISEMENT
ફરિયાદ રદ કરતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદી મહિલા તેના ભૂતપૂર્વ પતિ અને તેના પરિવારના સભ્યો સામે લગાવવામાં આવેલા કોઈ પણ આરોપો સાબિત કરી શકી નથી અને આવી ખોટી ફરિયાદોને લીધે નિર્દોષ પરિવારોને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે.
