ચર્ચા છે કે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. જોકે બન્નેમાંથી કોઈએ પણ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. હવે લગ્નના આમંત્રણ સાથે સ્ટાર કપલે આપેલું એક લક્ઝરી ગિફ્ટ-બૉક્સ ચર્ચામાં છે.
વિજય અને રશ્મિકાએ લગ્નના આમંત્રણપત્ર સાથે આપ્યું લક્ઝરી ગિફ્ટ-હૅમ્પર
ચર્ચા છે કે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. જોકે બન્નેમાંથી કોઈએ પણ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. હવે લગ્નના આમંત્રણ સાથે સ્ટાર કપલે આપેલું એક લક્ઝરી ગિફ્ટ-બૉક્સ ચર્ચામાં છે. સોશ્યલ મીડિયામાં શૅર કરાયેલા વિડિયોમાં જોવા મળે છે કે વિજય અને રશ્મિકાના લક્ઝરી ગિફ્ટ-હૅમ્પરમાં ‘નૅશનલ ક્રશ’ પરફ્યુમ, હૅન્ડક્રીમ-ફુટક્રીમ સાથેની પ્રીમિયમ બ્યુટી-કિટ, વિજયની ફૅશન-બ્રૅન્ડ ‘રાઉડી’નું ટી-શર્ટ અને પ્રીમિયમ કાજુના બૉક્સનો સમાવેશ થાય છે.
