બુધવારે શરૂ થયેલી યુરોપિયન T20 પ્રીમિયર લીગની પહેલી સીઝનની ત્રીજી મૅચમાં પહેલવહેલી પાંચ વિકેટ જોવા મળી હતી. ગ્લાસગો કૉસ્મિકના ૧૧૬ રનના ટાર્ગેટને એડિનબર્ગ કૅસલ રૉકર્ઝે ૧૧.૩ ઓવરમાં ચેઝ કરીને સાત વિકેટે જીત નોંધાવી હતી.
ટ્રેન્ટ બોલ્ટે છેક ૩૧૬મી T20 મૅચમાં પહેલી વખત પાંચ વિકેટ લીધી
બુધવારે શરૂ થયેલી યુરોપિયન T20 પ્રીમિયર લીગની પહેલી સીઝનની ત્રીજી મૅચમાં પહેલવહેલી પાંચ વિકેટ જોવા મળી હતી. ગ્લાસગો કૉસ્મિકના ૧૧૬ રનના ટાર્ગેટને એડિનબર્ગ કૅસલ રૉકર્ઝે ૧૧.૩ ઓવરમાં ચેઝ કરીને સાત વિકેટે જીત નોંધાવી હતી. ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ૨૪ રન આપીને પાંચ વિકેટ લઈને મૅચનો હીરો બન્યો હતો.
૩૭ વર્ષનો ટ્રેન્ટ બોલ્ટ ૨૦૦૯થી T20 રમી રહ્યો છે. છેક ૩૧૬મી મૅચમાં તેણે T20 ક્રિકેટની પહેલી પાંચ વિકેટ લીધી છે. ૨૦૨૨ના વર્લ્ડ કપ દરમ્યાન તેણે શ્રીલંકા સામે ૧૩ રન આપીને ચાર વિકેટ લઈને પોતાનું શ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન નોંધાવ્યું હતું. ૩૧૪ ઇનિંગ્સમાં પાંચ વખત ૪ વિકેટ લેનાર ટ્રેન્ટ બોલ્ટ ૩૬૧ T20 વિકેટ લઈ ચૂક્યો છે.
