સ્કૉટલૅન્ડના ૧૫૩ રનના ટાર્ગેટ સામે ૧૫૫ રન કરીને પાંચ વિકેટે જીત નોંધાવી અંગ્રેજોએ
રન-ચેઝ દરમ્યાન ઇંગ્લૅન્ડનો ટૉમ બૅન્ટન ૪૧ બૉલમાં ૬૩ રનની અણનમ ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. ઇંગ્લૅન્ડના અનુભવી સ્પિનર આદિલ રાશિદે ૪ ઓવરમાં ૩૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
ગઈ કાલે બપોરની મૅચમાં ઇંગ્લૅન્ડે પાંચ વિકેટે સ્કૉટલૅન્ડ સામે જીત નોંધાવી હતી. યુરોપિયન દેશ ઇંગ્લૅન્ડ T20 વર્લ્ડ કપમાં પહેલી વખત પોતાના ખંડની કોઈ ટીમને હરાવવામાં સફળ રહી હતી. ઈડન ગાર્ડન્સમાં સ્કૉટલૅન્ડે ૧૯.૪ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૧૫૨ રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લૅન્ડે ૧૮.૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૫ રન કરીને વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની બીજી જીત નોંધાવી હતી.
સ્કૉટલૅન્ડ તરફથી કૅપ્ટન રિચી બેરિંગ્ટને ૩૨ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સના આધારે ૪૯ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. અંતિમ ૭ વિકેટ ૩૯ રનમાં ગુમાવીને સ્કૉટલૅન્ડ ઓછા સ્કોરમાં સમેટાઈ ગયું હતું. ઇંગ્લૅન્ડના અનુભવી સ્પિનર આદિલ રશિદે ૪ ઓવરમાં ૩૬ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. રન-ચેઝ સમયે ચોથા ક્રમે રમીને ટૉમ બૅન્ટને ૪૧ બૉલમાં ૪ ફોર, ૩ સિક્સના આધારે ૬૩ રનની અણનમ ઇનિંગ્સ રમી પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. સ્કૉટલૅન્ડના ૬ બોલર્સમાંથી પાંચને એક-એક વિકેટ મળી હતી.
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપમાં અગાઉ ઇંગ્લૅન્ડનો યુરોપિયન ટીમો સામેનો રેકૉર્ડ
૨૦૦૯માં નેધરલૅન્ડ્સ સામે ૪ વિકેટથી હાર
૨૦૧૦માં આયરલૅન્ડ સામે નો-રિઝલ્ટ
૨૦૧૪માં નેધરલૅન્ડ્સ સામે ૪૫ રને હાર
૨૦૨૨માં આયરલૅન્ડ સામે પાંચ રને હાર
૨૦૨૪માં સ્કૉટલૅન્ડ સામે નો-રિઝલ્ટ


