આ પોસ્ટર સાથે લખવામાં આવ્યું છે, ‘માત્ર એક દિવસ જ પૂરતો છે.’ આ ફિલ્મનું ટીઝર પહેલેથી જ રિલીઝ થઈ ગયું છે જેમાં જુનૈદ ખાનનો શરમાળ અને નિર્દોષ અંદાજ જોવા મળ્યો હતો, જ્યારે સઈ પલ્લવીનું પાત્ર શાંત અને બૅલૅન્સ્ડ દેખાડવામાં આવ્યું છે.
જુનૈદ ખાન અને સઈ પલ્લવીની આવનારી ફિલ્મ ‘એક દિન’
વૅલેન્ટાઇન્સ ડેના અવસરે નિર્માતાઓએ આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને સઈ પલ્લવીની આવનારી ફિલ્મ ‘એક દિન’નું નવું પોસ્ટર જાહેર કર્યું છે. આ ફિલ્મ પહેલી મેના દિવસે રિલીઝ થવાની છે. આ પોસ્ટરમાં સઈ પલ્લવી અને જુનૈદ ખાન એક ગ્રોસરી દુકાનમાં બેઠેલાં દેખાય છે. સઈ પલ્લવીના હાથમાં એક કપકેક છે, જેમાં નાની મીણબત્તી લગાવેલી છે. આ પોસ્ટર સાથે લખવામાં આવ્યું છે, ‘માત્ર એક દિવસ જ પૂરતો છે.’ આ ફિલ્મનું ટીઝર પહેલેથી જ રિલીઝ થઈ ગયું છે જેમાં જુનૈદ ખાનનો શરમાળ અને નિર્દોષ અંદાજ જોવા મળ્યો હતો, જ્યારે સઈ પલ્લવીનું પાત્ર શાંત અને બૅલૅન્સ્ડ દેખાડવામાં આવ્યું છે.


