૨૦ ફેબ્રુઆરીથી ચૅમ્પિયન્સ ટ્રોફી અભિયાન શરૂ કરવા આતુર ભારતીય પ્લેયર્સને શુભકામના આપવા માટે કેટલાક ઉત્સાહી ક્રિકેટ-ફૅન્સ ઍરપોર્ટ પર હાજર રહ્યા હતા.
દુબઈ ઍરપોર્ટ પર રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને અર્શદીપ સિંહ.
ગઈ કાલે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી ભારતીય મેન્સ ક્રિકેટ-ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી માટે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) માટે રવાના થઈને દુબઈ પહોંચી ગઈ હતી. હેડ કોચ ગૌતમ ગંભીર સહિતનો કોચિંગ સ્ટાફ, વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ અને સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલી સહિતના પ્લેયર્સ એકસાથે બસથી ઍરપોર્ટ પહોંચ્યા હતા, જ્યારે કૅપ્ટન રોહિત શર્મા પછીથી પોતાની કાર દ્વારા ઍરપોર્ટ પહોંચ્યો હતો. મહત્ત્વની વાત એ હતી કે ટીમ ઇન્ડિયા અલગ-અલગ બૅચમાં નહીં પણ એકસાથે દુબઈ જવા રવાના થઈ હતી. ટીમના દરેક સભ્યએ ભારતીય ટીમની ટ્રાવેલ-કિટનું સફેદ ટી-શર્ટ પણ પહેર્યું હતું. ૨૦ ફેબ્રુઆરીથી ચૅમ્પિયન્સ ટ્રોફી અભિયાન શરૂ કરવા આતુર ભારતીય પ્લેયર્સને શુભકામના આપવા માટે કેટલાક ઉત્સાહી ક્રિકેટ-ફૅન્સ ઍરપોર્ટ પર હાજર રહ્યા હતા.


