T20 વર્લ્ડ કપ પહેલાં ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાને આપી ચેતવણી
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ આગામી T20 વર્લ્ડ કપમાં મેન ઇન બ્લુના ટાઇટલ-ડિફેન્સ વિશે પોતાના વિચાર શૅર કર્યા છે. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘જ્યારે તમે તમારા ખિતાબનો બચાવ કરી રહ્યા હો અને જ્યારે તમે ઘરઆંગણે રમી રહ્યા હો ત્યારે પ્રેશર હોય છે અને એ ગમે ત્યાંથી આવી શકે છે. T20 રમતમાં જો તમે ૧૦-૧૫ મિનિટ ખરાબ રમો તો રમતનું રિઝલ્ટ બદલાઈ જાય છે. ઘણી વાર તમે પ્રેશરને કારણે એ મૅચ ૧૦-૧૫ મિનિટમાં હારી જાઓ છો.’
રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે ‘વર્લ્ડ કપમાં ભારત પ્રેશરને કઈ રીતે હૅન્ડલ કરે છે એ ટુર્નામેન્ટની શરૂઆત કેવી રીતે થાય છે એના પર નિર્ભર કરે છે. જો તેઓ સારી શરૂઆત કરે અને ભલે તેઓ રસ્તામાં અવરોધનો સામનો કરે તો પણ તેમની પાસે એને દૂર કરવા માટે પૂરતી બૅટિંગની ઊંડાઈ છે. ટીમમાં વિવિધતા અને સંતુલન જોઈને લાગે છે કે ભારત ટાઇટલ ડિફેન્ડ કરી શકે છે.’


