વર્લ્ડ કપ ટ્રોફી સાથે મેન્સ અને વિમેન્સ ટીમના પ્લેયર્સે નવી જર્સી પહેરીને ફોટોશૂટ પણ કરાવ્યું હતું
નેપાલની વર્લ્ડ કપ જર્સી લૉન્ચ થઈ
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની વર્લ્ડ કપ ટ્રોફી હાલમાં પોતાની ટૂર દરમ્યાન નેપાલ પહોંચી હતી. વર્લ્ડ કપ ટ્રોફી ટૂર દરમ્યાન નેપાલ ક્રિકેટ બોર્ડે આગામી મેન્સ અને વિમેન્સ T20 વર્લ્ડ કપ માટે ટીમની જર્સી લૉન્ચ કરી હતી. વર્લ્ડ કપ ટ્રોફી સાથે મેન્સ અને વિમેન્સ ટીમના પ્લેયર્સે નવી જર્સી પહેરીને ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
૨૦૧૪ અને ૨૦૨૪માં પહેલા રાઉન્ડમાં જ આઉટ થનાર નેપાલની મેન્સ ટીમ આ વખતે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ રમશે. નેપાલની વિમેન્સ ટીમ પહેલી વખત T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી કરવા માટે ૧૮ જાન્યુઆરીથી વિમેન્સ T20 વર્લ્ડ કપ ક્વૉલિફાયર રમશે.


