હાલમાં વરુણે પોતાના ફૅન્સ સાથે વાતચીતનું એક સેશન રાખ્યું હતું
વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ ૨૦૨૪ના જૂન મહિનામાં દીકરી લારાના પેરન્ટ્સ બન્યાં હતાં
વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ ૨૦૨૪ના જૂન મહિનામાં દીકરી લારાના પેરન્ટ્સ બન્યાં હતાં. આ બન્નેએ અત્યાર સુધી પોતાની દીકરીનો ચહેરો સોશ્યલ મીડિયા પર ક્યારેય જાહેર કર્યો નથી અને હવે વરુણ ધવને સ્પષ્ટ કર્યું છે કે તે ભવિષ્યમાં પણ લારાનો ચહેરો જાહેર નહીં કરે. હાલમાં વરુણે પોતાના ફૅન્સ સાથે વાતચીતનું એક સેશન રાખ્યું હતું. આ સેશનમાં જ્યારે એક ફૅને સવાલ કર્યો કે શું તે લારા ધવનને સોશ્યલ મીડિયામાં દેખાડશે? ત્યારે આ સવાલના જવાબમાં વરુણે સ્પષ્ટ કહ્યું કે લારાનો ચહેરો બતાવવાનો નિર્ણય લારા ખુદ લેશે. વરુણે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ નિર્ણય હું તેના પર જ છોડવા માગું છું. સોશ્યલ મીડિયા તેની પસંદ હોવી જોઈએ. એવું નહીં કે હું તેના માટે બધું નક્કી કરું.’


