ડસ્ટ-ફ્રી વાતાવરણ, સ્વચ્છ હવા, ટ્રાફિક પણ નહીં અને ઍર-કન્ડિશનિંગની મજા. લોકોએ આ આઇડિયાને ખૂબ વખાણ્યો છે.
મૉલમાં ઇન્ડોર જૉગિંગ કરતો યંગસ્ટર.
મુંબઈમાં હવાની ગુણવત્તા નીચી ઊતરતી જાય છે. આવી હવા સ્વાસ્થ્ય માટે જોખમી હોવાને કારણે એક યંગસ્ટરે જૉગિંગ કરીને ખરાબ હવા શ્વાસમાં લેવા કરતાં મૉલમાં જઈને જૉગિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઇન્ડોર રનનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ લાઇક કર્યો છે.
ભાવિન પરમાર નામના યુઝર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલી વાઇરલ ક્લિપમાં ટી-શર્ટ, ટ્રૅક પૅન્ટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરીને તે મૉલના એસ્કેલેટર પર અને સીડી પર દોડી રહ્યો છે. વિડિયોની કૅપ્શનમાં લખ્યું હતું કે આ પ્લાન્ડ નહોતું, પણ મુંબઈના વેધરે મને આ કરવાની ફરજ પાડી. વિડિયોમાં યુઝર ઇન્ડોર રનિંગના ફાયદાઓ પણ જણાવે છે. ડસ્ટ-ફ્રી વાતાવરણ, સ્વચ્છ હવા, ટ્રાફિક પણ નહીં અને ઍર-કન્ડિશનિંગની મજા. લોકોએ આ આઇડિયાને ખૂબ વખાણ્યો છે.


