Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં : ‘રાવલપિંડી એક્સપ્રેસ’ના હાથમાં કેમ આવી T20 વર્લ્ડ કપની ટ્રોફી? અને વધુ સમાચાર

ન્યૂઝ શોર્ટમાં : ‘રાવલપિંડી એક્સપ્રેસ’ના હાથમાં કેમ આવી T20 વર્લ્ડ કપની ટ્રોફી? અને વધુ સમાચાર

29 April, 2024 07:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તીરંદાજી વર્લ્ડ કપ : ભારતીય પુરુષ ટીમે ૧૪ વર્ષ બાદ મેળવી ઐતિહાસિક જીત , બંગલાદેશ સામે પ્રથમ T20માં ભારતીય મહિલા ટીમની ૪૪ રનથી જીત

શોએબ અખ્તર

શોએબ અખ્તર


T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી હાલમાં પાકિસ્તાન ટૂર પર છે. પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની પાંચમી T20 મૅચ દરમ્યાન પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર વર્લ્ડ કપ ટ્રોફી સાથે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ચારે બાજુ ફર્યો હતો. વર્લ્ડ કપની ટ્રોફી અને ફૅન્સનો પ્રેમ જોઈ ‘રાવલપિંડી એક્સપ્રેસ’ના નામથી જાણીતા શોએબ અખ્તરે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મારે ફરીથી મેદાન પર બોલિંગ કરવી છે.’ ૪૮ વર્ષનો ભૂતપૂર્વ દિગ્ગજ બોલર શોએબ અખ્તર હાલમાં કૉમેન્ટરીમાં વ્યસ્ત હોય છે.

તીરંદાજી વર્લ્ડ કપ : ભારતીય પુરુષ ટીમે ૧૪ વર્ષ બાદ મેળવી ઐતિહાસિક જીત

ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવની ભારતીય પુરુષોની ટીમે ગઈ કાલે ૧૪ વર્ષ બાદ તીરંદાજી વિશ્વ કપમાં વર્તમાન ઑલિમ્પિક્સ ચૅમ્પિયન સાઉથ કોરિયાને હરાવ્યું હતું. ફાઇનલમાં ભારતીય પુરુષોની રિકર્વ ટીમની આ પ્રથમ જીત હતી. એ આગામી પૅરિસ ઑલિમ્પિક્સમાં સ્થાન મેળવવા મદદરૂપ થશે. અત્યાર સુધીમાં ભારતે તીરંદાજી વર્લ્ડ કપમાં પાંચ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે ટીમને રૅન્કિંગના આધારે ઑલિમ્પિક્સ ક્વોટા આપવામાં આવશે.

બંગલાદેશ સામે પ્રથમ T20માં ભારતીય મહિલા ટીમની ૪૪ રનથી જીત
ગઈ કાલે બંગલાદેશ સામે શરૂ થયેલી T20 સિરીઝની પ્રથમ મૅચમાં ભારતીય ટીમે ૪૪ રનથી જીત મેળવી હતી. ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે રવિવારે સિલહટ ક્રિકેટ સ્ટેડિયમમાં ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ૭ વિકેટ ગુમાવીને ભારતીય ટીમે ૧૪૫ રન કર્યા હતા. બંગલાદેશની કૅપ્ટન નિગાર સુલતાના ૫૧ રનની ઇનિંગ્સ રમી, પણ અંતે તેની ટીમ ૮ વિકેટ ગુમાવીને ૧૦૧ રન જ બનાવી શકી. ૧૮ રન આપી ૩ વિકેટ લેનાર રેણુકા ઠાકુર સિંહ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK