T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ કૅચ ડ્રૉપ કરનારી ટીમ બની ઑસ્ટ્રેલિયા
ઇંગ્લૅન્ડ
૧૫ જૂને વરસાદને કારણે ૧૦-૧૦ ઓવરની થયેલી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડે ૪૧ રને સુપર-એઇટમાં પહોંચવા માટે જરૂરી જીત મેળવી લીધી હતી. હવે જોસ બટલરની ટીમની નજર ૧૬ જૂને સવારે રમાનારી ઑસ્ટ્રેલિયા અને સ્કૉટલૅન્ડની મૅચ પર હતી.
સ્કૉટલૅન્ડે પાંચ વિકેટે ૧૮૦ રનનો પોતાનો T20 વર્લ્ડ કપ ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર ફટકાર્યો હતો. જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમે ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ સાથે ૧૮૬ રન બનાવી ૮ પૉઇન્ટ સાથે ગ્રુપ સ્ટેજ રાઉન્ડ પૂરો કર્યો હતો. પાંચ પૉઇન્ટ ધરાવતી ઇંગ્લૅન્ડે +૩.૬૧૧ના રન-રેટ સાથે સુપર-એઇટમાં એન્ટ્રી કરી હતી. આ મૅચ પહેલાં નેધરલૅન્ડ્સ (+૧.૨૫૫) પાસે પણ પાંચ પૉઇન્ટ હતા, પણ જો તેમણે આ મૅચ જીતી હોત તો એ ગ્રુપ Bમાં બીજા સ્થાને હોત.
ADVERTISEMENT
કાંગારૂ ટીમે આ મૅચમાં એક શર્મજનક રેકૉર્ડ બનાવ્યો હતો. સ્કૉટલૅન્ડ સામે કુલ ૬ કૅચ છોડીને ઑસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપની એક મૅચમાં સૌથી વધારે કૅચ છોડનારી ટીમ બની ગઈ છે. કૅપ્ટન મિચલ માર્શે પણ આ દરમ્યાન બે કૅચ છોડ્યા હતા.
વર્લ્ડ કપમાં રિટાયર આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો નામિબિયાનો ઓપનર નિકોલસ ડેવિન
નામિબિયાનો ઓપનર નિકોલસ ડેવિને (૧૮ રન) ઇંગ્લૅન્ડ સામે છઠ્ઠી ઓવરમાં રિટાયર આઉટ થઈને ઇતિહાસ રચ્યો હતો. તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રિટાયર આઉટ થનાર છઠ્ઠો ખેલાડી હતો, પણ ICCના વર્લ્ડ કપ ઇતિહાસમાં તે રિટાયર આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. રિટાયર આઉટ થનાર ખેલાડી ઈન્જરી વગર કૅપ્ટન સાથે ચર્ચા કરીને અન્ય ખેલાડીને તક આપવા માટે મેદાન બહાર થઈને રિટાયર આઉટ થાય છે, તે ફરી બૅટિંગ માટે આવી શકતો નથી. જ્યારે ઈજાને કારણે રિટાયર હર્ટ થનાર ખેલાડી પાસે ફરી મેદાન પર ઊતરવાની તક હોય છે.

