એ સલાહ માનીને ૧૦-૧૫ વર્ષ પહેલાં જે રીતે ટ્રેઇનિંગ કરતો અને જેવો જુસ્સો હતો એ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે તમારું ધ્યાન રમત પર હોય છે ત્યારે તમે ટીમ અને ફૅમિલી માટે સતત સારું પ્રદર્શન કરતા રહો છો.’
ફૅમિલી સાથે ભારતના ગૃહપ્રધાન અમિત શાહને મળ્યો હતો સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવે ભારતની T20 ટીમમાંથી સ્થાન અને કૅપ્ટન્સી ગુમાવ્યા પછીના સમયગાળાને ખૂબ જ મુશ્કેલ ગણાવ્યો છે. સૂર્યકુમાર યાદવ કહે છે, ‘T20 વર્લ્ડ કપની જીત છતાં ટીમની કૅપ્ટન્સી ગુમાવવાને કારણે IPL પછીના પ્રથમ બે મહિના મુશ્કેલ હતા. એ સમયે મને મારા ટીનેજ ક્રિકેટર તરીકેના દિવસો યાદ આવવા લાગ્યા હતા. મારી પત્નીએ મને કહ્યું કે મારે રમત પ્રત્યેનો એ પ્રેમ અને જુસ્સો પાછો લાવવાની જરૂર છે જ્યારે હું ૧૫ વર્ષનો બાળક હતો. એ સલાહ માનીને ૧૦-૧૫ વર્ષ પહેલાં જે રીતે ટ્રેઇનિંગ કરતો અને જેવો જુસ્સો હતો એ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે તમારું ધ્યાન રમત પર હોય છે ત્યારે તમે ટીમ અને ફૅમિલી માટે સતત સારું પ્રદર્શન કરતા રહો છો.’
