Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‘ભાઈ બીજ’ પર અજિત પવાર માટે સુપ્રિયા સુળેની ભાવુક પોસ્ટ, તહેવારની જૂની યાદો તાજી કરી

‘ભાઈ બીજ’ પર અજિત પવાર માટે સુપ્રિયા સુળેની ભાવુક પોસ્ટ, તહેવારની જૂની યાદો તાજી કરી

Published : 11 November, 2026 03:05 PM | IST | Baramati
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પોતાની પોસ્ટમાં સુપ્રિયા સુળેએ લખ્યું, "દાદા, તમારા વિના આ પહેલી દિવાળી અને પહેલી ભાઈ બીજ છે. દર વર્ષે, અમે બધી બહેનો આ દિવસની આતુરતાથી રાહ જોતી હતી! પરંતુ આ વખતે, જ્યારે ભાઈ બીજ આવી, ત્યારે તમારી અસંખ્ય યાદો તાજી થઈ ગઈ.

સુપ્રિયા સુળેએ શૅર કરેલા વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

સુપ્રિયા સુળેએ શૅર કરેલા વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુળેએ ભાઈ બીજના અવસરે એક ભાવુક પોસ્ટ શૅર કરી, જેમાં તેમણે તેમના ભાઈ - મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારને યાદ કર્યા. તેમણે ઉલ્લેખ કર્યો કે આ પહેલી દિવાળી અને પહેલી ભાઈ બીજ છે જે તેઓ તેમના વિના વિતાવી રહ્યા છે. ભૂતકાળમાં પરિવાર સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરતા તેમણે પોતાની ઊંડી લાગણીઓ વ્યક્ત કરી. જોકે અજીત પવાર અને સુપ્રિયા સુળે વચ્ચે રાજકીય મતભેદો હતા, પરંતુ ભાઈ-બહેન તરીકેનો તેમનો સંબંધ રાજકારણથી અલગ હતો. રાજકીય રસ્તાઓ અલગ હોવા છતાં, પરિવારમાં રહેલો સ્નેહ અકબંધ રહ્યો.

સુપ્રિયા સુળેએ પોતાની પોસ્ટમાં શું લખ્યું?



પોતાની પોસ્ટમાં સુપ્રિયા સુળેએ લખ્યું, "દાદા, તમારા વિના આ પહેલી દિવાળી અને પહેલી ભાઈ બીજ છે. દર વર્ષે, અમે બધી બહેનો આ દિવસની આતુરતાથી રાહ જોતી હતી! પરંતુ આ વખતે, જ્યારે ભાઈ બીજ આવી, ત્યારે તમારી અસંખ્ય યાદો તાજી થઈ ગઈ. સાથે બેસવું, વાતો કરવી અને હસવું—અમારી સાથે તમે જે રીતે ખુશ રહેતા હતા—તે બધું આજે પણ મારી આંખો સામે તાદ્રશ્ય થાય છે. જે ક્ષણો ક્યારેક સામાન્ય લાગતી હતી, તેનું સાચું મૂલ્ય હવે સમજાય છે. દાદા, આજે તમારી ગેરહાજરી ખૂબ જ ઊંડું દુઃખ લાવી છે. અમે બધી બહેનો તમને કેટલું યાદ કરીએ છીએ, તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. તમે અમારા હૃદયમાં છો અને હંમેશા રહેશો." સુપ્રિયા સુળેએ ભાઈ બીજ ઉજવણીનો એક જૂનો વીડિયો પણ શૅર કર્યો છે. આ વીડિયોમાં તેઓ અજીત પવારની આરતી ઉતારતા જોવા મળે છે, અને તેમની આસપાસ પવાર પરિવારના અન્ય સભ્યો પણ છે. વીડિયોમાં અજીત પવારના પુત્ર, પાર્થ પવાર પણ દેખાય છે.



૨૮મી જાન્યુઆરીએ વિમાન દુર્ઘટનામાં અવસાન

મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારનું ૨૮મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બારામતીમાં એક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેમના નિધન બાદ, પવાર પરિવારે આ વર્ષે દિવાળી ન ઉજવવાનો નિર્ણય લીધો હતો. બારામતીમાં `દિવાળી પાડવો` કે `ભાઉ બીજ` (ભાઈબીજ)નો તહેવાર ઉજવવામાં આવ્યો ન હતો. દર વર્ષે, પડવાના અવસરે શરદ પવાર, અજીત પવાર અને સુપ્રિયા સુળે પરિવાર સાથે એકત્ર થતા હતા. જોકે, આ વર્ષે અજીત પવારના અવસાનને કારણે પરિવારે તહેવારની ઉજવણી કરવાનું ટાળ્યું હતું.

૨૦૨૩માં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) બે જૂથોમાં વિભાજિત થઈ

વર્ષ ૨૦૨૩માં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)નું બે જૂથોમાં વિભાજન થયું હતું. આ ઘટના બાદ અજીત પવાર અને સુપ્રિયા સુળેના રાજકીય રસ્તાઓ અલગ થઈ ગયા અને તેમની વચ્ચે રાજકીય મતભેદો પણ સર્જાયા હતા. તેમ છતાં, આ બાબતની તેમના પારિવારિક સંબંધો પર કોઈ અસર પડી નથી. અજીત પવારના નિધન પછીની આ પ્રથમ દિવાળી અને ભાઉ બીજ છે, અને સુપ્રિયા સુળે તેમના ભાઈ વિના આ તહેવારો મનાવી રહી છે. આ પહેલાં રક્ષાબંધનના અવસરે પણ તેમણે અજીત પવારને યાદ કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2026 03:05 PM IST | Baramati | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK