શોનો હેતુ ક્રિકેટરોના અંગત જીવન અને તેમની પત્નીઓ સાથેના તેમના સંબંધોની એક દુર્લભ ઝલક આપવાનો છે
ભજ્જીના શોના ટ્રેલરમાં સ્ટાર પ્લેયર્સ તેમની પત્નીઓ સાથે જોવા મળ્યા.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે એક નવો ટૉક શો હૂ ઇઝ ધ બૉસ? શરૂ કર્યો છે. આ શોમાં તેની પત્ની અને ઍક્ટ્રેસ ગીતા બસરા કો-હોસ્ટ છે. આ શોનો હેતુ ક્રિકેટરોના અંગત જીવન અને તેમની પત્નીઓ સાથેના તેમના સંબંધોની એક દુર્લભ ઝલક આપવાનો છે. હૂ ઇઝ ધ બૉસનો મુખ્ય ઉદ્દેશ સ્ટાર ક્રિકેટરોને ટેકો આપતી મહિલાઓના યોગદાનને પ્રકાશિત કરવાનો છે.
ADVERTISEMENT
હૂ ઇઝ ધ બૉસ નામની જ યુટ્યુબ ચૅનલ પર આ શો માટે ઑફિશ્યલ ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને સુરેશ રૈના તેમની પત્નીઓ સાથે જોવા મળ્યા હતા. આગામી સમયમાં આ ચૅનલ પર તેમના રસપ્રદ એપિસોડ શૅર કરવામાં આવશે.

