ઇન્દોરના આ ફ્રૅગ્રન્સ સ્ટાર્ટઅપને હાલમાં શાર્ક ટૅન્ક ઇન્ડિયામાં અમન ગુપ્તા તરફથી પણ એક કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું હતું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપ પહેલાં સાથી-ભારતીય પ્લેયર્સને હૅમ્પર્સ મોકલીને સ્વદેશી પરફ્યુમ-બ્રૅન્ડ હાઉસ ઑફ EM5ની ઇવેન્ટ કરી હોવાની જાહેરાત કરી હતી. ઇન્દોરના આ ફ્રૅગ્રન્સ સ્ટાર્ટઅપને હાલમાં શાર્ક ટૅન્ક ઇન્ડિયામાં અમન ગુપ્તા તરફથી પણ એક કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું હતું. આ બ્રૅન્ડનો ચહેરો બનેલા સૂર્યાએ હાલમાં ‘ફિર હેરાફેરી’ના કચરા શેઠના પાત્રની જેમ ઍક્ટિંગ કરી હતી. તેણે પ્રમોશન માટે બ્રૅન્ડના ફાઉન્ડર સાથે વિડિયો બનાવ્યો હતો જેમાં તેણે પરફ્યુમ સૂંઘ્યા બાદ કચરા શેઠની સ્ટાઇલમાં કહ્યું હતું, ‘કડક માલ હૈ.’


