Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈનાં મેયર બન્યાં સુજાતા પાટીલ, BJPની સિનિયર મહિલા કૉર્પોરેટરો નારાજ

નવી મુંબઈનાં મેયર બન્યાં સુજાતા પાટીલ, BJPની સિનિયર મહિલા કૉર્પોરેટરો નારાજ

Published : 06 February, 2026 11:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુજાતા પાટીલના પતિ સૂરજ પાટીલ વર્ષોથી નવી મુંબઈના BJPના નિષ્ઠાવાન કાર્યકર છે.

NMMCમાં મેયરપદે ચૂંટાઈ આવેલાં સુજાતા પાટીલ અને ડેપ્યુટી મેયરપદે વીજયી બનેલા દશરથ ભગત.

NMMCમાં મેયરપદે ચૂંટાઈ આવેલાં સુજાતા પાટીલ અને ડેપ્યુટી મેયરપદે વીજયી બનેલા દશરથ ભગત.


નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ના મેયરપદે ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નગરસેવિકા સુજાતા પાટીલ ચૂંટાઈ આવ્યાં છે. સુજાતા પાટીલ બીજી વાર નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. જોકે મેયરપદે તેમની વરણી થવાથી પાર્ટીની તેમનાથી સિનિયર નગરસેવિકાઓમાં નારાજગી જોવા મળી હતી. એવું કહેવાઈ રહ્યું હતું કે નૉમિનેશન ભરવાના દિવસે સવારના જ તેમને એ વિશે જાણ કરવામાં આવી હતી. મેયરપદની રેસમાં સુજાતા પાટીલે શિવસેનાનાં સરોજ પાટીલને હરાવ્યાં હતાં. ડેપ્યુટી મેયરપદે BJPના દશરથ ભગત જીતી ગયા હતા. તેમણે શિવસેનાના આકાશ મઢવીને હરાવ્યા હતા. 

સુજાતા પાટીલના પતિ સૂરજ પાટીલ વર્ષોથી નવી મુંબઈના BJPના નિષ્ઠાવાન કાર્યકર છે. નવી મુંબઈમાં વર્ષોથી વર્ચસ ધરાવતા ગણેશ નાઈકે તેમના કૅમ્પનાં સુજાતા પાટીલને મેયર બનાવ્યાં છે. રાજ્યમાં મહાયુતિના સાથી પક્ષ શિવસેનાએ NMMCની ચૂંટણી સ્વબળે લડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK