Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગગનચુંબી ગજાનનનું નામ વિનર્સ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં

ગગનચુંબી ગજાનનનું નામ વિનર્સ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં

Published : 16 September, 2026 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચૅરમૅન ડૉક્ટર ઈશા અગરવાલના હસ્તે મંડળના પદાધિકારીઓને વિનર્સ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્‍સનો પ્લાક આપવામાં આવ્યો હતો. 

સાકીનાકાચા રાજા

સાકીનાકાચા રાજા


અંધેરીના સાકીનાકાચા રાજાને આ વર્ષે સત્તાવાર રીતે મુંબઈના સૌથી ઊંચા ગણપતિ તરીકે વિનર્સ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા માન્યતા આપીને એનું નામ રેકૉર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. હાથમાં તલવાર, ત્રિશૂલ અને ડમરુ પકડેલી ૪૫ ફુટ ઊંચી આ ગણેશમૂર્તિના વિસર્જન માટે પણ અત્યારથી જ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તો આ ગણેશમૂર્તિનાં દર્શન કરવા વિસર્જનમાં સામેલ થશે એ ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંગળવારે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા તથા વિનર્સ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્‍સનાં ચૅરમૅન ડૉક્ટર ઈશા અગરવાલના હસ્તે મંડળના પદાધિકારીઓને વિનર્સ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્‍સનો પ્લાક આપવામાં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK