પહલગામ અટૅકથી વ્યથિત સૌરવ ગાંગુલીએ કર્યું આકરું સૂચન
સૌરવ ગાંગુલી
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ રોષ વ્યક્ત કરીને મોટું નિવેદન આપ્યું છે. બાવન વર્ષના ગાંગુલીએ હાલમાં મીડિયા સામે ભારત-પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો વિશેના પ્રશ્નોના જવાબમાં કહ્યું, ‘૧૦૦ ટકા, ભારતે આ કરવું જોઈએ (પાકિસ્તાન સાથેના ક્રિકેટ સહિતના તમામ સંબંધો તોડી નાખવા જોઈએ). કડક કાર્યવાહી થવી જોઈએ. દર વર્ષે આવી ઘટનાઓ બને છે એ મજાક નથી. આતંકવાદ સહન ન કરી શકાય.’
આતંકવાદી હુમલાની ઘટનાઓને કારણે ૨૦૧૨-’૧૩ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ રમાઈ નથી. ગાંગુલીએ સૂચન કર્યું છે કે ભારતે ICC અને એશિયન ટુર્નામેન્ટમાં પણ પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવું જોઈએ.


