ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ગુજરાત ટાઇટન્સ (GT)ના હેડ કોચ આશિષ નેહરાની સોશ્યલ મીડિયા પર પ્રશંસા કરી છે. આશિષ નેહરા માટે સ્પેશ્યલ પોસ્ટ કરતાં ગાંગુલીએ લખ્યું કે ‘ગુજરાતે પહેલી સીઝનથી જ IPLમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.
સૌરવ ગાંગુલી અને હેડ કોચ આશિષ નેહરા
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ગુજરાત ટાઇટન્સ (GT)ના હેડ કોચ આશિષ નેહરાની સોશ્યલ મીડિયા પર પ્રશંસા કરી છે. આશિષ નેહરા માટે સ્પેશ્યલ પોસ્ટ કરતાં ગાંગુલીએ લખ્યું કે ‘ગુજરાતે પહેલી સીઝનથી જ IPLમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. નેહરાની ટીમ સેટઅપ અને દૃષ્ટિકોણ, ક્રિકેટની ભાવનાથી ભરપૂર છે. તેણે ખરેખર હેડ કોચ તરીકે પોતાની ક્ષમતા દર્શાવી છે, તેનામાં જબરદસ્ત ગેમ-સેન્સ છે.’
ગાંગુલીની કૅપ્ટન્સીમાં ભારત માટે રમનાર નેહરાએ ૨૦૨૧ના એક ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો કે તેણે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલી પાસેથી નેતૃત્વ વિશે ઘણું શીખ્યું છે. વર્ષ ૨૦૨૨થી નેહરાના કોચિંગ હેઠળ ગુજરાતની ફ્રેન્ચાઇઝી હાલમાં ૬૦ પ્લસની જીતની ટકાવારી ધરાવતી એકમાત્ર ટીમ છે. 63.26 - જીતની આટલી ટકાવારી ધરાવે છે ગુજરાત ટાઇટન્સ.


