ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટનથી લઈને ભારતીય ક્રિકેટ બોર્ડમાં અધ્યક્ષની ભૂમિકા ભજવનાર સૌરવ ગાંગુલી હવે નવા અંદાજમાં જોવા મળી શકે છે
સેટ પરથી વાઇરલ થયો સૌરવ ગાંગુલીનો ફોટો.
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટનથી લઈને ભારતીય ક્રિકેટ બોર્ડમાં અધ્યક્ષની ભૂમિકા ભજવનાર સૌરવ ગાંગુલી હવે નવા અંદાજમાં જોવા મળી શકે છે. અહેવાલ અનુસાર બાવન વર્ષનો સૌરવ ગાંગુલી ૨૦ માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ‘ખાકી - ધ બેન્ગાૅલ ચૅપ્ટર’ સિરીઝમાં પોલીસના નાનકડા રોલમાં જોવા મળી શકે છે. સોશ્યલ મીડિયા પર સૌરવ ગાંગુલીના પોલીસના ડ્રેસવાળા ફોટો શૂટિંગ-સેટ પરથી વાઇરલ થઈ રહ્યા છે. બુધવારે ટ્રેલર-લૉન્ચની ઇવેન્ટમાં ડાયરેક્ટર નીરજ પાંડેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસીને કહ્યું કે ‘જ્યાં સુધી સૌરવનો સવાલ છે... જોતા રહો.’

