સ્મૃતિ માન્ધના એકમાત્ર ભારતીય TIME મૅગેઝિનના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં
ફાઇલ તસવીર
ભારતીય મહિલા ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ TIME મૅગેઝિનના રમતગમતના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ વૈશ્વિક યાદીમાં તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. ૨૯ વર્ષની આ ડાબોડી ઓપનર ક્રિકેટના મેદાન પર દરેક મહિને નવા કીર્તિમાન સ્થાપિત કરતી રહે છે.
આ લિસ્ટમાં ક્રિકેટર ટેમ્બા બવુમા, વિશ્વના ટૉપ-ટૂ ફુટબૉલર લીઅનલ મેસી અને ક્રિસ્ટીઆનો રોનાલ્ડોને સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં એવા ખેલાડીઓ, કોચ અને ઇન્વેસ્ટર્સનો સમાવેશ થાય છે જેઓ આજે રમતગમતની દુનિયાને આકાર આપી રહ્યા છે.
