એજબૅસ્ટન ટેસ્ટના બીજા દિવસે ઑલમોસ્ટ ત્રણેય સેશનમાં બૅટિંગ કરનાર શુભમન ગિલે કિશોર વયે પણ ક્રીઝ પર નૉટ આઉટ રહેવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો
પંજાબ ક્રિકેટ અસોસિએશને શૅર કર્યો શુભમન ગિલનો બાળપણનો વર્ષો જૂનો વિડિયો
ભારતના ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે ઇંગ્લૅન્ડ સામે ૨૬૯ રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી ત્યારે પંજાબ ક્રિકેટ અસોસિએશને એનો વર્ષો જૂનો વિડિયો શૅર કર્યો હતો. એજબૅસ્ટન ટેસ્ટના બીજા દિવસે ઑલમોસ્ટ ત્રણેય સેશનમાં બૅટિંગ કરનાર શુભમન ગિલે કિશોર વયે પણ ક્રીઝ પર નૉટ આઉટ રહેવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. પંજાબ બોર્ડે આ પહેલાં પણ શુભમન ગિલના બાળપણનો ફોટો શૅર કર્યો હતો જે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો.
તેણે કહ્યું હતું કે ‘આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આ ટેસ્ટ ક્રિકેટ છે અને જો તમે વહેલા આઉટ થાઓ છો તો તમારે બહાર બેસવું પડશે. તમે જેટલા વધુ ક્રીઝ પર રહેશો એટલા વધુ રન બની શકશે. તમે બહાર બેસીને રન બનાવી શકતા નથી. મારું અંતિમ લક્ષ્ય ભારત માટે રમવાનું છે.’

