ગઈ કાલે રિઝલ્ટ વિશે થોડી શંકા વ્યક્ત કરવા બદલ હું માફી માગું છું, પરંતુ મોહમ્મદ સિરાજે ક્યારેય વિશ્વાસ જાળવી રાખવાનું બંધ કર્યું નહીં. અમારા હીરોને શુભકામનાઓ
શશી થરૂર
ઓવલ ટેસ્ટ-મૅચના ચોથા દિવસે ત્રીજા સેશન પહેલાં રિઝલ્ટ ઇંગ્લૅન્ડ ટીમના પક્ષમાં જતાં જોવા મળ્યું હતું. ત્યારે ભારતીય પ્લેયર્સને સંઘર્ષ કરતાં જોઈને કૉન્ગ્રેસના નેતા અને લોકસભાના સંસદસભ્ય શશી થરૂરે સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલીને ટૅગ કરીને લખ્યું હતું કે ‘આ સિરીઝ દરમ્યાન મેં વિરાટ કોહલીને ઘણી વખત યાદ કર્યા છે, પરંતુ આ ટેસ્ટ-મૅચ જેટલું નહીં. તેની ધીરજ અને તીવ્રતા, મેદાન પર તેની પ્રેરણાદાયી હાજરી અને શાનદાર બૅટિંગ-કુશળતાને કારણે એક અલગ રિઝલ્ટ આવ્યું હોત. શું હવે નિવૃત્તિમાંથી તેને બહાર લાવવામાં મોડું થઈ ગયું છે? વિરાટ દેશને તારી જરૂર છે.’
પરતું પાંચમા દિવસે ભારતની શાનદાર જીત જોઈને શશી થરૂરે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘ટીમ ઇન્ડિયાની ઇંગ્લૅન્ડ સામેની જીત બદલ ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું. તેમની હિંમત, દૃઢ નિશ્ચય અને જુસ્સો ખરેખર અદ્ભુત હતાં. આ ટીમ ખૂબ જ ખાસ છે. ગઈ કાલે રિઝલ્ટ વિશે થોડી શંકા વ્યક્ત કરવા બદલ હું માફી માગું છું, પરંતુ મોહમ્મદ સિરાજે ક્યારેય વિશ્વાસ જાળવી રાખવાનું બંધ કર્યું નહીં. અમારા હીરોને શુભકામનાઓ.’


