૩૭ વર્ષનો શાકિબ T20 વર્લ્ડ કપ 2024 બાદ T20 ક્રિકેટમાંથી અને ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ શકે.
શાકિબ-અલ-હસન
ઢાકા પ્રીમિયર લીગ 2024માં રમી રહેલો બંગલાદેશી ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન ફરી એક વાર તેના ગુસ્સાને કારણે ચર્ચામાં આવ્યો છે. પ્રાઇમ બૅન્ક ક્રિકેટ ક્લબ સામેની મૅચ પહેલાં તે એક ફૅન સાથે ગેરવર્તન કરતો જોવા મળ્યો હતો. ટૉસ પહેલાં શાકિબ કોચ સાથે ચર્ચા કરી રહ્યો હતો એ દરમ્યાન એક ફૅન તેની નજીક આવ્યો અને સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો હતો એ જોઈને શાકિબ ગુસ્સે ભરાયો અને તેનો ફોન ઝૂંટવી લીધો. એ પછી તે ફૅનને માથા પર મારતો પણ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ફૅન પાછો ગયો અને શાકિબે ફરી કોચ સાથે ચર્ચા શરૂ કરી. ૩૭ વર્ષનો શાકિબ T20 વર્લ્ડ કપ 2024 બાદ T20 ક્રિકેટમાંથી અને ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ શકે.