Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > VPL-T20 2026માં સ્કૉર્ચર્સ ચૅમ્પિયન

VPL-T20 2026માં સ્કૉર્ચર્સ ચૅમ્પિયન

Published : 24 March, 2026 06:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે રમાયેલી ફાઇનલમાં વિમલ વિક્ટર્સને ૭ વિકેટથી હરાવ્યું, હર્ષિલ મોતાએ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૨૭૨ રન કરવા બદલ ઑરેન્જ કૅપ મેળવી હતી જ્યારે વિમલ વિક્ટર્સના ચિરાગ નિશરે સૌથી વધુ ૧૪ વિકેટ લઈને પર્પલ કૅપ ઉપરાંત પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફી પણ મેળવી હતી.

ટ્રોફી તેમ જ શ્રી વાગડ કલા કેન્દ્રના પદાધિકારીઓ અને સ્પૉન્સર્સ સાથે ચૅમ્પિયન ટીમ સ્કૉર્ચર્સ.

ટ્રોફી તેમ જ શ્રી વાગડ કલા કેન્દ્રના પદાધિકારીઓ અને સ્પૉન્સર્સ સાથે ચૅમ્પિયન ટીમ સ્કૉર્ચર્સ.


શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં સીઝનની નંબર વન ટીમ સ્કૉર્ચર્સ ચૅમ્પિયન બની છે. રવિવારે સાંતાક્રુઝ-ઈસ્ટના વાકોલામાં આવેલા ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઇનલમાં તેમણે વિમલ વિક્ટર્સને ૭ વિકેટથી હરાવી દીધું હતું. આ સાથે સ્કૉર્ચર્સે ક્વૉલિફાયર વનમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો.
ફાઇનલમાં સ્કૉર્ચર્સે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિમલ વિક્ટર્સની શરૂઆત નબળી રહી હતી અને પાવર-પ્લેમાં જ બાવીસ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ખનવ શાહની ૧૮ બૉલમાં ૫૧ રનની ઇનિંગ્સના જોરે તેઓ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૯ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યા હતા. સ્કૉર્ચર્સ વતી રાહુલ ગાલા અને મેહુલ ગાલાએ ૨-૨ તથા પલક સાવલા અને સંજય ચરલાએ ૧-૧ વિકેટ લીધી હતી. સ્કૉર્ચર્સે હર્ષિલ મોતાની ૬૧, પલક સાવલાની ૩૧ તથા રોમલ ગડાની ૧૮ રનની ઇનિંગ્સના જોરે ૧૬.૫ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ફાઇનલનો મૅન ઑફ ધ મૅચ સ્કૉર્ચર્સનો હર્ષિલ મોતા બન્યો હતો. 
હર્ષિલ મોતાએ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૨૭૨ રન કરવા બદલ ઑરેન્જ કૅપ મેળવી હતી જ્યારે વિમલ વિક્ટર્સના ચિરાગ નિશરે સૌથી વધુ ૧૪ વિકેટ લઈને પર્પલ કૅપ ઉપરાંત પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફી પણ મેળવી હતી. 
શ્રી વાગડ કલા કેન્દ્રની ક્રિકેટ કમિટીના ચૅરમૅન દામજીભાઈ બુરીચાએ આ સીઝનની અદ્ભુત સફળતા બદલ દરેક સ્પૉન્સર્સ, ટીમ-ઓપનર્સ, ખેલાડીઓ ઉપરાંત ફાઇનલ માણવા પધારેલા પ્રેક્ષકોનો આભાર માન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK