Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૪.૨ કિલો ગૅસ જ રહેશે સિલિન્ડરમાં, ૧૦ કિલો નહીં

૧૪.૨ કિલો ગૅસ જ રહેશે સિલિન્ડરમાં, ૧૦ કિલો નહીં

Published : 24 March, 2026 07:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્ર સરકારે અફવાઓ પર ધ્યાન ન આપવાની હાકલ કરી જનતાને

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર ભારતના ઊર્જાપુરવઠા પર પણ પડી રહી છે ત્યારે રાંધણગૅસનાં સિલિન્ડરમાં ૧૪.૨ કિલોગ્રામને બદલે ૧૦ કિલોગ્રામ ગૅસ ભરવામાં આવશે એવા સમાચારોને સરકારે નકારી કાઢ્યા છે. આવા અહેવાલમાં એવો તર્ક આપવામાં આવતો હતો કે ઓછા વજનનું સિલિન્ડર આપવામાં આવે તો ઘણા લોકોને ગૅસપુરવઠો પૂરો પાડી શકાય, પણ પેટ્રોલિયમ મંત્રાલયના પ્રેસ-બ્રીફિંગમાં જ્યારે પૂછવામાં આવ્યું કે શું સરકાર ગૅસ-સિલિન્ડરની ક્ષમતા ઘટાડીને ૧૦ કિલોગ્રામ કરવાનું વિચારી રહી છે ત્યારે સરકારે કહ્યું હતું કે આવો કોઈ વિચાર કે પ્રસ્તાવ આવ્યો નથી, લોકોએ આવી અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં, આવા અહેવાલ ભ્રામક છે.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK