ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરની દીકરી સારા તેન્ડુલકરે હાલમાં અંધેરીમાં ફિટનેસ ઍકૅડેમી શરૂ કરી છે. પિલાટેસ નામના આ પ્રીમિયમ ટ્રેઇનિંગ સ્ટુડિયોના ઉદ્ઘાટનના કેટલાક ફોટો માસ્ટર બ્લાસ્ટરે ગઈ કાલે શૅર કર્યા હતા.
સારાની પ્રગતિ જોઈને સૌથી વધુ ગર્વ થયો સચિન-અંજલિને
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરની દીકરી સારા તેન્ડુલકરે હાલમાં અંધેરીમાં ફિટનેસ ઍકૅડેમી શરૂ કરી છે. પિલાટેસ નામના આ પ્રીમિયમ ટ્રેઇનિંગ સ્ટુડિયોના ઉદ્ઘાટનના કેટલાક ફોટો માસ્ટર બ્લાસ્ટરે ગઈ કાલે શૅર કર્યા હતા. ફોટોમાં અંજલિ તેન્ડુલકરની મમ્મી એનાબેલ મહેતા સાથે સારાની મિત્ર અને તેના ભાઈ અર્જુન તેન્ડુલકરની ભાવિ પત્ની સાનિયા ચંડોક પણ જોવા મળી હતી.
સચિન તેન્ડુલકરે આ ફોટો પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું, ‘એક મમ્મી-પપ્પા તરીકે તમે હંમેશાં આશા રાખો કે તમારાં બાળકોને કંઈક એવું મળે જે તેમને ખરેખર ગમતું હોય. સારાને આ પિલાટેસ સ્ટુડિયો શરૂ કરતાં જોવું એ અમારા માટે સૌથી હૃદયસ્પર્શી ક્ષણોમાંની એક હતી. તેણે એક-એક ઈંટ જોડીને પોતાની મહેનત અને વિશ્વાસથી આ બનાવ્યું છે. પોષણ અને શારીરિક પ્રવૃત્તિ હંમેશાં અમારા જીવનમાં મહત્ત્વપૂર્ણ રહી છે અને એના દ્વારા આ વિચારને પોતાના અંદાજમાં સાથે આગળ વધારતા જોવું ખરેખર ખાસ છે. સારા પર અમને ખૂબ ગર્વ છે. એનાથી વધુ બીજું શું હોઈ શકે. સારા, તું જે સફર શરૂ કરવા જઈ રહી છે એ બદલ અભિનંદન.’


