ભારત સિવાય અમેરિકા, બ્રિટન, ચીન અને જપાનમાંથી પણ જાણીતી પ્રતિભાઓને આ અભિયાન સાથે જોડવામાં આવી છે
સારા તેન્ડુલકર
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરની દીકરી સારાને ઑસ્ટ્રેલિયન સરકારના નવા પ્રવાસન અભિયાન કમ ઍન્ડ સે ગુડ ડેની બ્રૅન્ડ ઍમ્બૅસેડર નિયુક્ત કરવામાં આવી છે. અહેવાલ અનુસાર ૧૩૦ મિલ્યન ડૉલરના આ અભિયાનનો હેતુ ઇન્ટરનૅશનલ ટૂરિસ્ટોને ઑસ્ટ્રેલિયામાં હૉલિડે એન્જૉય કરવા પ્રોત્સાહિત કરવાનો છે. ભારત સિવાય અમેરિકા, બ્રિટન, ચીન અને જપાનમાંથી પણ જાણીતી પ્રતિભાઓને આ અભિયાન સાથે જોડવામાં આવી છે. સચિન તેન્ડુલકરે પોતાની ક્રિકેટ-કરીઅરમાં સૌથી વધુ ૨૦ સદી ઑસ્ટ્રેલિયા સામે જ ફટકારી હતી.


