આ વર્ષે T20 ઇન્ટરનૅશનલમાં ત્રીજી વાર ઝીરો પર જઈને તે એક શરમજનક લિસ્ટમાં સામેલ થયો હતો
સંજુ સૅમસન
શ્રીલંકા ટૂર પર સતત બીજી મૅચમાં શૂન્ય પર આઉટ થનાર વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન ફૅન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. T20 વર્લ્ડ કપ દરમ્યાન એક પણ મૅચ ન રમી શકનાર સંજુ સૅમસનને જ્યારે તક મળે છે ત્યારે તે સાધારણ પ્રદર્શન કરે છે જેને કારણે ટીમમાં તેની જગ્યાને લઈને સવાલ ઊભા થયા છે. આ વર્ષે T20 ઇન્ટરનૅશનલમાં ત્રીજી વાર ઝીરો પર જઈને તે એક શરમજનક લિસ્ટમાં સામેલ થયો હતો. આ પહેલાં રોહિત શર્મા ૨૦૧૮ અને ૨૦૨૨માં, યુસુફ પઠાણ ૨૦૦૯માં અને વિરાટ કોહલી આ જ વર્ષે T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ ત્રણ વાર ઝીરો પર આઉટ થનાર ભારતીય ખેલાડી બન્યા હતા.