Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સતત ચોથી જીત સાથે મુંબઈ ત્રીજા નંબરે

સતત ચોથી જીત સાથે મુંબઈ ત્રીજા નંબરે

Published : 24 April, 2025 08:58 AM | Modified : 25 April, 2025 06:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાર્દિકસેનાએ હૈદરાબાદને ૨૬ બૉલ બાકી રાખીને સાત વિકેટે હરાવ્યું. ૨૬ રનમાં ચાર વિકેટ સાથે હૈદરાબાદની બૅટિંગ લાઇનઅપની કમર તોડી નાખનાર ટ્રેન્ટ બોલ્ટ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

મુંબઈ ઇન્ડિયન્સ

મુંબઈ ઇન્ડિયન્સ


IPL 2025ની ૪૧મી મૅચમાં ગઈ કાલે હૈદરાબાદમાં પાંચ વખતના ચૅમ્પિયન મુંબઈએ વિજયરથ જાળવી રાખતાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી પરાસ્ત કરી દીધું હતું. હૈદરાબાદે આપેલા ૧૪૪ રનના સામાન્ય ટાર્ગેટને મુંબઈએ ૧૫.૪ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ૨૬ રનમાં ચાર વિકેટ સાથે હૈદરાબાદની બૅટિંગ લાઇનઅપની કમર તોડી નાખનાર ટ્રેન્ટ બોલ્ટ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

પ્રથમ પાંચ મૅચમાંથી ચારમાં હાર બાદ મુંબઈએ કમાલનું કમબૅક કર્યું હતું અને દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ અને ગઈ કાલે ફરી હૈદરાબાદ એમ સતત ચોથી જીત સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં જબરી છલાંગ લગાવીને ત્રીજા નંબરે પહોંચી ગયું હતું. ગુજરાત અને દિલ્હી ૧૨ પૉઇન્ટ સાથે પહેલા અને બીજા નંબરે છે, જ્યારે મુંબઈ, બૅન્ગલોર, પંજાબ અને લખનઉના એકસરખા ૧૦ પૉઇન્ટ છે, પણ મુંબઈનો ૦.૬૭૩નો રન-રેટ બધા કરતાં બહેતર હોવાથી ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

ટ્રેન્ટ બોલ્ટ (૨૬ રનમાં ચાર) અને દીપક ચહર (૧૨ રનમાં બે)ના તરખાટ સામે હૈદરાબાદના જાંબાઝ ટૉપ ઑર્ડર બૅટરો ફસડાઈ પડ્યા હતા અને એક સમયે ૩૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. હૅન્રિક ક્લાસેન (૪૪ બૉલમાં ૭૧) અને ઇમ્પૅક્ટ પ્લેયર અભિનવ મનોહર (૩૭ બૉલમાં ૪૩ રન)ના પ્રતિકારને લીધે ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૩ રનના સન્માનજનક સ્કોર સુધરી પહોંચી શકી હતી. મુંબઈએ આ ટાર્ગેટ રોહિત શર્મા ૪૬ બૉલમાં ૩ સિક્સર અને ૮ ફોર સાથે ૭૦ રનની જોરદાર ઇનિંગ્સ અને સૂર્યકુમાર યાદવની ૧૯ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૪૦ રનની ફટકાબાજીને લીધે ૧૬મી ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

રોહિત શર્માનાં કારનામાં
રોહિત શર્માએ તેનું ફૉર્મ જાળવી રાખતાં ટીમને યાદગાર જીત અપાવવા ઉપરાંત અનેક રેકૉર્ડ પણ પોતાના નામે કરી લીધા હતા. તેણે T20 ક્રિકેટમાં ૧૨,૦૦૦ રનનો માઇલસ્ટોન પણ હાંસલ કરી લીધો હતો. આવું કારમાનું કરનાર તે વિરાટ કોહલી (૧૩,૨૦૮ રન) બાદ બીજો ભારતીય બૅટર બની ગયો છે તેમ જ ગઈ કાલે ૩ સિક્સર ફટકારી કુલ ૨૫૯ સિક્સર સાથે કાઇરોન પોલાર્ડ (૨૫૮ સિક્સર)ને પછાડીને મુંબઈ વતી સૌથી વધુ સિક્સર ફટકારનાર બૅટર બની ગયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK