ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંત ડિસેમ્બર ૨૦૨૨ દરમ્યાન દિલ્હી-દેહરાદૂન હાઇવે પર ઉત્તરાખંડ પાસે કાર-ઍક્સિડન્ટનો શિકાર બન્યો હતો.
પંતે પોતાનો જીવ બચાવવા બદલ બન્નેને સ્કૂટી ગિફ્ટ કરી હતી
ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંત ડિસેમ્બર ૨૦૨૨ દરમ્યાન દિલ્હી-દેહરાદૂન હાઇવે પર ઉત્તરાખંડ પાસે કાર-ઍક્સિડન્ટનો શિકાર બન્યો હતો. એ સમયે નજીકની શુગર-ફૅક્ટરીમાં કામ કરતા બે કામદાર નીતીશ કુમાર અને રજત કુમારે તેને સળગતી કારમાંથી બહાર કાઢી નજીકની હૉસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો. તેમના કારણે આજે રિષભ પંત ભારતીય ક્રિકેટ ટીમ માટે ફરી એક વાર ધમાકેદાર બૅટિંગ કરી રહ્યો છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો થયો હતો કે પંતે પોતાનો જીવ બચાવવા બદલ બન્નેને સ્કૂટી ગિફ્ટ કરી હતી જેના પર તેમણે રિષભ પંત નામ છપાવ્યું છે. આ જ સ્કૂટી લઈને તેઓ શુગર-ફૅક્ટરીમાં પોતાના કામ માટે રોજ અવરજવર કરે છે.