RCB Victory Parade Stampede: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ઐતિહાસિક IPL 2025 ટાઇટલના વિજયની ઉજવણી દરમિયાન થયેલી નાસભાગમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો; આ દુર્ઘટના પર ટીમના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ દુઃખ વ્યક્તય કર્યું
વિરાટ કોહલીની ફાઈલ તસવીર
બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)ના ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)ના ટાઇટલ વિજય ઉજવણી દરમિયાન બેંગલુરુ (Bengaluru)ના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M Chinnaswamy Stadium)ની બહાર થયેલી દુ:ખદ નાસભાગ (RCB Victory Parade Stampede)માં ૧૧ જેટલા લોકો માર્યા ગયા છે અને ૩૩ લોકો ઘાયલ થયા છે જેના કારણે ઇવેન્ટ ટૂંકી કરવામાં આવી હતી. સ્ટેડિયમની અંદર ઉજવણી ચાલી રહી હતી ત્યારે બનેલી ઘટના વિશે જાણ થતાં આરસીબી (RCB)ના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) અને ફ્રેન્ચાઇઝીએ પોતાનો આઘાત વ્યક્ત કર્યો છે.
આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)ની ફાઇનલ મેચ (IPL 2025 Finals)માં મંગળવારે ટાઇટલ પોતાને નામ કર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિજયી પરેડ અને ઉજવણી (RCB Victory Parade) બુધવારે બેંગ્લુરુમાં રાખવામાં આવી હતી. જોકે, આ દરમિયાન નાસભાગ થયા આ ઉજવણી માતમમાં ફેલાઈ ગઈ હતી. સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગ (RCB Victory Parade Stampede)ની જાણ થતા જ સ્ટેડિયમની અંદરની ઉજવણી નોંધપાત્ર રીતે ટૂંકી કરવામાં આવી હતી, જેમાં ફક્ત કેપ્ટન રજત પાટીદાર (Rajat Patidar) અને સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ ભાષણો આપ્યા હતા અને ખીચોખીચ ભરેલી ભીડને ટ્રોફી પ્રદર્શિત કરી હતી. આ દુર્ઘટના પછી વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા (Social Media) પોસ્ટ પર દુઃખ વ્યક્ત કર્યું છે.
ADVERTISEMENT
વિરાટ કોહલીએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, તે સંપૂર્ણપણે દુ:ખી છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે કહ્યું, ‘શબ્દોની ખોટ. સંપૂર્ણપણે દુ:ખી છું.’
અહીં જુઓ વિરાટ કોહલીની પોસ્ટઃ
View this post on Instagram
RCBની ઐતિહાસિક IPL 2025 ટાઇટલના વિજયની ઉજવણી દરમિયાન, હજારો લોકો તેમના મનપસંદ ક્રિકેટ હીરોની એક ઝલક મેળવવા માટે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર અને અંદર એકઠા થયા હતા. ત્યારે નાસભાગ થઈ હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિજયી પરેડ અને ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝી અને આરસીબીના પ્લેયર્સે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર RCBના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ (AB de Villiers)એ પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું, "આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી દુ:ખદ ઘટનાઓથી પ્રભાવિત લોકો સાથે મારા વિચારો અને પ્રાર્થનાઓ છે," એબી ડી વિલિયર્સે તેના સત્તાવાર સોશ્યલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી.
એબી ડી વિલિયર્સની સ્ટોરી
તમને જણાવી દઈએ કે, મંગળવારે ૩ જુને ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં આઇપીએલ ૨૦૨૫ની ફાઇનલ (IPL 2025 Finals) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે રમાઈ હતી. બેંગલુરુએ ફાઇનલમાં પંજાબ કિંગ્સને ૬ રનથી હરાવીને પ્રથમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ખિતાબ જીત્યો હતો. આ સાથે, RCBએ આખરે ૧૮ વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો હતો. આરસીબીના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ RCBની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર અને IPL 2025ના ટોચના રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા ક્રમે રહ્યો. ૧૫ મેચમાં કોહલીએ ૫૪.૭૫ની સરેરાશ સાથે ૬૫૭ રન બનાવ્યા હતા.

