ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ-મૅચમાં વર્કલોડ મૅનેજમેન્ટના ભાગરૂપે આરામ કરશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
ફાઇલ તસવીર
ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ-મૅચમાં વર્કલોડ મૅનેજમેન્ટના ભાગરૂપે આરામ કરશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને બુમરાહ વિશે રસપ્રદ નિવેદન આપતાં કહ્યું કે ‘તેનું ઘણુ સન્માન થાય છે અને તેના ઘણાબધા ફૅન્સ તેને ખૂબ પ્રેમ કરે છે. હું તેનો નંબર-વન ફૅન છું. કદાચ તેમની પત્ની (સંજના ગણેશન) પણ નંબર વન હોઈ શકે છે.’
તેણે વધુમાં કહ્યું કે ‘તે એક અલગ પ્લૅટફૉર્મ પર છે, એક અલગ દુનિયામાં છે અને એક અલગ સ્તર પર છે. મને એ કહેતાં ખૂબ ગર્વ થશે કે હું જસ્સી સાથે રમ્યો છું અને અમે કેટલીક શાનદાર જીત જોઈ છે. તે મહાન ક્રિકેટર્સમાંથી એક છે.’

