જોકે જાનહાનિનો સાચો આંકડો પાણી ઓસરી ગયા પછી જ જાણી શકાશે. રાહતકાર્યમાં સામેલ એક હેલિકૉપ્ટર પણ ખરાબ હવામાનને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
પાકિસ્તાનમાં પૂર, ૩૦૦થી વધુના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૂરમાં ૩૦૭ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી ઓછામાં ઓછા ૧૮૪ લોકો તો એકલા બુનેર વિસ્તારમાં મૃત્યુ પામ્યા હતા. એબટાબાદમાં એક બાળક ડૂબી ગયું હતું. પૂર દરમ્યાન ગુમ થયેલા લોકોની સંખ્યા ખૂબ વધારે છે. જોકે જાનહાનિનો સાચો આંકડો પાણી ઓસરી ગયા પછી જ જાણી શકાશે. રાહતકાર્યમાં સામેલ એક હેલિકૉપ્ટર પણ ખરાબ હવામાનને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.


