વિડિયોમાં દેખાય છે કે માતાનો મૃતદેહ તરતો હતો અને બાળક માતાની છાતી પર હતું. લોકોએ જ્યારે તેમને જોયા ત્યારે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટમાં તરતા મમ્મીના મૃતદેહ પર નાની દીકરીને જોઈને લોકો સ્તબ્ધ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૧૫ ઑગસ્ટે સાંજે ૬ વાગ્યે ૩૮ વર્ષની માતા પિન્કીબહેને તેમની બે વર્ષની પુત્રી સાથે સાબરમતી રિવરફ્રન્ટમાં કૂદી આપઘાત કર્યો હતો. માતા-પુત્રીના આપઘાતનો પાંચ સેકન્ડનો વિડિયો પણ વાઇરલ થયો છે. વિડિયોમાં દેખાય છે કે માતાનો મૃતદેહ તરતો હતો અને બાળક માતાની છાતી પર હતું. લોકોએ જ્યારે તેમને જોયા ત્યારે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બચાવટીમે બન્નેને બહાર કાઢ્યાં હતાં, પણ માતાનું મૃત્યુ થયું હતું. પુત્રીને CPR આપવામાં આવ્યું હતું. આનાથી તેનો શ્વાસ પાછો આવ્યો હતો, પણ હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.


