ફીલ્ડર ઑફ ધ મૅચ અવૉર્ડની સેરેમની સમયે ભૂતપૂર્વ ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીની એન્ટ્રી થતાં જ ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ વધારે હર્ષોલ્લાસવાળું બની ગયું હતું.
સેમી-ફાઇનલ મૅચમાં શાનદાર ફીલ્ડિંગ બદલ શ્રેયસ ઐયર જીત્યો મેડલ. તેને રવિ શાસ્ત્રીએ મેડલ આપ્યો હતો.
ઑસ્ટ્રેલિયા સામે સેમી-ફાઇનલમાં વિજય બાદ દુબઈમાં ભારતીય ડ્રેસિંગ રૂમમાં ખુશીનો માહોલ હતો. ફીલ્ડર ઑફ ધ મૅચ અવૉર્ડની સેરેમની સમયે ભૂતપૂર્વ ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીની એન્ટ્રી થતાં જ ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ વધારે હર્ષોલ્લાસવાળું બની ગયું હતું. આ લોકપ્રિય કૉમેન્ટેટરે ટીમને ચૅમ્પિયન ગણાવીને ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપને શોધવા જોરથી બૂમ પાડી, પણ એ સમયે ફીલ્ડિંગ-કોચ બાજુમાં જ હોવાથી ભારતીય પ્લેયર્સ હસી પડ્યા હતા. રવિ શાસ્ત્રીએ મુંબઈના સ્ટાર બૅટર શ્રેયસ ઐયરને ફીલ્ડર ઑફ ધ મૅચનો મેડલ આપીને તેની પ્રશંસા કરી હતી. ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી ડ્રેસિંગ રૂમમાં હાજર તમામ પ્લેયર્સ અને કોચિંગ સ્ટાફને સામેથી જઈને મળ્યો હતો.

