ભારત અને અફઘાનિસ્તાનની ત્રીજી T20 પહેલાં કોહ-એ-ઝફર ઇવેન્ટમાં બંને ટીમના ખેલાડીઓ મળ્યા હતા. રાશિદ ખાને કહ્યું કે બીજી T20માં હાર બાદ અફઘાન ખેલાડીઓ ભારતીય બૅટર્સને આઉટ કરવા AIનો ઉપયોગ કરવાની યોજના વિચારી રહ્યા હતા.
અફઘાન ખેલાડીઓ
ગઈ કાલની અફઘાનિસ્તાન અને ભારતની ત્રીજી T20 મૅચ પહેલાં બુધવારે રાતે બન્ને દેશના ખેલાડીઓ અને અધિકારીઓ કોહ-એ-ઝફર ઇવેન્ટમાં મળ્યા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ નામ સાથે ભારતીય ટીમ માટે ખાસ ડિનરનું આયોજન કર્યું હતું.
ખેલાડીઓ સાથેની ચર્ચા દરમ્યાન સ્ટેજ પર સ્પિનર રાશિદ ખાને ખુલાસો કર્યો કે ‘બીજી T20 મૅચમાં હાર પછી અમારા ખેલાડીઓ AIનો ઉપયોગ કરીને ભારતીય બૅટર્સને આઉટ કરવાની યોજના બનાવવાનું વિચારી રહ્યા છે.’
૧૭ વર્ષ પછી બની આવી ઘટના
ADVERTISEMENT
ભારતીય ટીમ પહેલી વખત પોતાની જ ધરતી પર મહેમાન ટીમ તરીકે રમી રહી છે. વર્તમાન ફ્રેન્ડશિપ કપમાં અફઘાનિસ્તાન યજમાન તરીકેની જવાબદારી સંભાળી રહ્યું છે. અગાઉ આવી ઘટના ૧૭ વર્ષ પહેલાં બની હતી.
નવેમ્બર ૨૦૦૯માં પાકિસ્તાને ન્યુ ઝીલૅન્ડમાં કિવી ટીમ માટે ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝની યજમાની કરી હતી. માર્ચ ૨૦૦૯માં લાહોરમાં શ્રીલંકન ટીમ પર થયેલા હુમલાને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને આ ટેસ્ટ-સિરીઝ ન્યુ ઝીલૅન્ડમાં શિફ્ટ કરવી પડી હતી.
