બે મૅચની સિરીઝની બીજી મૅચના પહેલા દિવસે ૭૧ ઓવરમાં બંગલાદેશનો સ્કોર ૮ વિકેટે ૨૨૦ રન
બંગલાદેશનાે અનુભવી વિકેટકીપર-બૅટર મુશફિકુર રહીમ ૭૫ બૉલમાં ૩૫ રનની ધીરજપૂર્વકની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમ્યો હતો.
ગૉલ ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી મૅચ ડ્રૉ રમ્યા બાદ શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચે ગઈ કાલથી બીજી અને અંતિમ ટેસ્ટ-મૅચ કોલંબોમાં શરૂ થઈ હતી. વરસાદથી પ્રભાવિત પહેલા દિવસે મહેમાન ટીમે પહેલા બૅટિંગ પસંદ કરીને ૭૧ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૨૦ રન બનાવ્યા હતા.
યજમાન શ્રીલંકાને આશ્ચર્યજનક રીતે ખરાબ દિવસનો સામનો કરવો પડ્યો. એણે પાંચ કૅચ છોડ્યા, રન-આઉટની તક ચૂકી ગયા અને બે-ત્રણ કૅચ ફીલ્ડર્સ દૂર રહી ગયા હતા. એ ચૂકી ગયેલી તકો છતાં તેમના બોલર્સે મૅચ પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. આ આઠમાંથી ૬ વિકેટ કૅચિંગથી અને બે વિકેટ બોલ્ડ કરીને લેવામાં આવી હતી.
ADVERTISEMENT
બંગલાદેશ તરફથી ઓપનર શાદમાન ઇસ્લામ (૯૩ બૉલમાં ૪૬ રન), અનુભવી બૅટર મુશફિકુર રહીમ (૭૫ બૉલમાં ૩૫ રન) અને વિકેટકીપર-બૅટર લિટન દાસે (૫૬ બૉલમાં ૩૪ રન)ની મોટી ઇનિંગ્સ રમી હતી. પહેલી ટેસ્ટમાં બૅક-ટુ-બૅક સદી ફટકારનાર કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો (૩૧ બૉલમાં ૮ રન) સાધારણ પ્રદર્શન કરીને કૅચ-આઉટ થયો હતો.


